નવસારી: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબવાનો મામલો, 4 મૃતદેહ મળી આવ્યા, 3 લોકોનો બચાવ

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

New Update
નવસારી: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબવાનો મામલો, 4 મૃતદેહ મળી આવ્યા, 3 લોકોનો બચાવ

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે 14 કલાક બાદ 4માંથી બે લોકોના મૃતદેહ વહેલી સવારે હાથ લાગ્યા હતા. જે બાદ અન્ય બે લોકોના પણ મૃતદેહ મળી આવ્યાં છે.

રવિવારની રજા હોય નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા. દરિયાકાંઠે લોકો ન્હાવાની મોજ માણી રહ્યા હતા ત્યારે અલગ અલગ ત્રણ પરિવારોના 7 લોકો ડૂબ્યા હતા. જેમાં બે પરિવારના વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા.દાંડીના દરિયામાં ડૂબેલા એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. 14 કલાકની ભારે શોધખોળ બાદ પણ તરવૈયાઓને માત્ર મૃતદેહ હાથ લાગ્યા છે. યુવરાજ અને તેની માતા સુશિલાનો મૃતદેહ વહેલી સવારે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યો હતો. મરીન કમાન્ડો અને ફાયર વિભાગ દ્વારા આખી રાત શોધખોળ કરાઈ હતી. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે અન્ય 2 લોકોના પણ મતદેહ મળી આવ્યાં છે.

Latest Stories