/connect-gujarat/media/post_banners/9327f19d5d1525af41a6060145281effd67983676ae07c24384fe0c2f915893f.jpg)
નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા. ગોઝારા અકસ્માત અંગે પી.એમ.નરેન્દ્ર મોદીએ દૂ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂપિયા 2-2 લાખ સહાયની જાહેરાત કરી છે
નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતનો ગોઝારો બનાવ બન્યો હતો જેમાં વલસાડથી ભરૂચ તરફ જતી કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે ભટકાય હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 29 જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા તો સાથે જ બસમાં સવાર ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. અકસ્માત અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વિટ કરી દુ:ખ વ્યકત કર્યું હતું. ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હતા અને કંપની બે દિવસથી બંધ હોવાના કારણે તમામ લોકો રજા પર હતા એ દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો
/connect-gujarat/media/media_files/2025/07/04/yellq-2025-07-04-10-48-18.png)