નવસારી : સારા વરસાદ માટે પારસીઓની અનોખી 100 વર્ષ જૂની પરંપરા,બમન માસની કરી ઉજવણી

નવસારી પારસી સમાજ વર્ષોની પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરી વ

New Update
નવસારી : સારા વરસાદ માટે પારસીઓની અનોખી 100 વર્ષ જૂની પરંપરા,બમન માસની કરી ઉજવણી

કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલી આવી છે. ત્યારે નવસારી પારસી સમાજ વર્ષોની પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરી વરસાદને રિઝવવાની અનોખી પરંપરાની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતમાં પારસી સમાજના લોકો ગુજરાત રાજ્યના સંજાણ બંદરે આગમન કરી દૂધમાં સાંકળની જેમ ભળી ગયા. હાલ પારસી સમાજનો પવિત્ર મહિનો ગણાતો બમન મહિનો ચાલી રહ્યો છે. આ માસમાં પારસીઓ માસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન ગ્રહણ કરે છે. આ માસ દરમિયાન પારસી કોમ પોતાના કુટુંબનાં મૃત્યુ પામેલ પિતૃઓની પુજા કરે છે માટે પારસી સમાજમાં બમન મહિનાનું પવિત્ર મહિના તરીકે મહત્વ છેસ્થાનિકે જણાવ્યુ હતું કે, દેશમા વરસાદની પેટર્ન પ્રમાણે જુન માસ અડધો વીત ગયો છે અને આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે વરસાદની વહેલા પધરામણી માટે પારસીઓ આ પારંપારિક ધી ખીચડીનો કાર્યક્રમ કરી રહ્યા છે દેશમાં સારો વરસાદ વરસે અને સારૂ અનાજ પાકે તેના માટે વરુણ દેવતાને રીઝવવા પારસી અદામા ગીતો ગાઈને મેધરાજાને રીઝવી રહ્યા છે.

પારસી સમાજના ઘરમાથી ચોખા,દાળ,તેલ અને ધી ઊંધરાવીને સમુહમા જમણવાર કરે છે. પારસી સમાજની આ પરંપરા અંદાજીત ૧૦૦ વર્ષ જૂની છે અને વારસાગત વારસા આ પરંપરા આમ જ ચાલતી રહે છે આ પરંપરા માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે જેમાં નવસારી પારસી સમાજના લોકો ભેગા મળી અને વરુણ દેવને રીઝવવાના પ્રયાસો કરે છે. બે વર્ષ કોરોનાને કારણે આ પરંપરા તૂટી હતી પરંતુ ફરી એકવાર પરિસ્થિતિ સામાન્ય થતા પારસી સમાજના લોકો ઉત્સાહ સાથે ભેગા થઈ ફરી એકવાર ખીચડી નો ઉત્સવ ઉજવી રહ્યા છે.

Latest Stories