નવસારી : વાંસદામાં પેટના દુખાવાની વિધિ કરાવવા ગયેલા યુવકે ભગતની પથ્થર મારીને હત્યા કરી નાખતા ચકચાર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.

New Update
  • વાઘબારીમાં ચોંકાવનારી બની ઘટના

  • પેટના દુખાવાની વિધિ દરમિયાન ભગતની હત્યા

  • યુવકને પેટનો દુખાવો ઉપડતા ભગત કરતા હતા વિધિ

  • યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો

  • પોલીસે હત્યારા યુવકની કરી ધરપકડ 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિ દરમિયાન યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગત પાસે પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી હતી આ ઘટના વાંસદા વિસ્તારમાં બની હતી.વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં પેટના દુખાવાની વિધિ દરમિયાન થયેલી હત્યાની ઘટના સામે આવી છે. ધીરુ વિઠ્ઠલભાઈ પટેલને પેટમાં દુખાવો રહેતો હતો. તેમણે ગામમાં રહેતા ભગત ઝીણાભાઈ પટેલ પાસે ઉપચાર માટે વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું.

ગીતામણી નદી પાસે રાત્રે વિધિની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ દરમિયાન ભગતે ધીરુની પીઠ પર જોરથી ધબ્બો માર્યો હતો. આ બાબતે ધીરુએ વાંધો ઉઠાવ્યો હતો.અને ભગતે જણાવ્યું કે આ વિધિનો ભાગ છે.

આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈજે મારામારીમાં પરિણમી હતી. ઉશ્કેરાયેલા ધીરુએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ધીરુને ઝડપી લીધો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories