નવસારી: ગણદેવી નજીક હાઇવે પર અકસ્માત, ટ્રક ડીવાયડર કૂદી પિકઅપ અને કાર સાથે ભટકાતા એક વ્યક્તિનું મોત

New Update
નવસારી: ગણદેવી નજીક હાઇવે પર અકસ્માત, ટ્રક ડીવાયડર કૂદી પિકઅપ અને કાર સાથે ભટકાતા એક વ્યક્તિનું મોત

નવસારીના ગણદેવી પાસે આવેલા મટવાડ પાટીયા પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં મુંબઈ તરફ જઈ રહેલા ટ્રક ચાલકને ઝોકુ આવી જતા તે ડિવાઈડર કૂદી અમદાવાદ તરફના રૂટ પર જઈ ચઢતા સામેથી આવતા પીકઅપના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.સાથે જ એક કાર પણ ટ્રક સાથે ભટકાય હતી જો કે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુ પર ખસેડ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.