Connect Gujarat
ગુજરાત

નવસારી: અંબિકા નદી ભયજનક સપાટી નજીક, 28 ગામોમાં એલર્ટ

નવસારીમાં ભારે વરસાદ, અંબિકા નદી ભયજનક સપાટી નજીક.

X

ઉપરવાસમાં ખબકેલ ભારે વરસાદના કારણે નવસારીની અંબિકા નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા 28 ગામના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લાનાં કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં થી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી નજીક 27 ફૂટે પહોંચી ગઈ છે નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદ હજી વધુ ખાબકે તો અંબિકા ભયજનક સ્થિતિમાં મુકાઈ શકે એમ છે. જોકે વહીવટી તંત્રએ 28 જેટલા ગામોને એલર્ટ કર્યા છે ગણદેવીના ધમડછા ગામ પાસે આવેલ લોવર લેવલ બ્રિજ ગણતરીના કલાકમાં ડૂબી જવાની સંભાવનાને લઈને ત્યાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે અને બ્રિજ પરની અવજવર બંધ કરી દેવામાં આવી છે.

નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર પણ ઉપરવાસના વરસાદ અને નદીઓની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતાં ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને મામલતદાર તલાટીઓને હેડ ક્વાર્ટર ન છોડવા પણ આદેશ કરવામાં આવ્યા છે સાથે જ એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Next Story
Share it