નવસારી: માથાભારે ઇસમોએ યુવાનોને માર મારી વિડીયો બનાવ્યો,પોલીસે કાઢ્યું જાહેરમાં સરઘસ

વિજલપોરમાં રહેતા યુવાનને 2 દિવસ અગાઉ અંગત અદાવતમાં માર મારવાના મામલામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું.

New Update
નવસારી: માથાભારે ઇસમોએ યુવાનોને માર મારી વિડીયો બનાવ્યો,પોલીસે કાઢ્યું જાહેરમાં સરઘસ

નવસારીના વિજલપોરમાં રહેતા યુવાનને 2 દિવસ અગાઉ અંગત અદાવતમાં માર મારવાના મામલામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું.

નવસારીના વિજલપોરમાં રહેતા ગોપાલ જગતાપ નામના યુવાનોને 2 દિવસ અગાઉ અંગત અદાવતમાં મરણ તોલ માર મારી તેનો વીડિયો ઇન્ટાગ્રામ પર મૂકીને ભાઈ હોવાનો રોફ જમાવતા યુવાનોની હવા નવસારી જિલ્લા પોલીસે કાઢી નાખી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા યુવાનોની 2 દિવસ અગાઉ ધરપકડ કરી પોલીસ સ્ટાઈલમાં તેમની સરભરા કરી છે. સિદ્ધુ થોરાટ, આકાશ આમરે અને મયુર ઉર્ફે કોક્રોચને વિઠ્ઠલ મંદિરથી શિવાજી ચોક સુધી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લોકોના મનમાંથી તેમનો ખોફ દૂર થાય મારામારી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકતા તત્વોને લોકોએ પોલીસ સામે લાચાર જોતા તેમની હવા નીકળી ગઈ હતી. આ સરઘસ દરમિયાન પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. વિજલપોર વિસ્તાર કહેર મચાવ્યું હતું, જેને લઇ ડીવાયએસપી પીઆઇ કક્ષા સહિત પોલીસની ફોજે વિઠ્ઠલ મંદિરથી આ કહેવાતા ભાઈનું સરઘસ કરતા સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગૃત થયો છે.