નવસારી : વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલે આપને મત વિસ્તારમાં ઘૂસવા ન દેવા પડકાર ફેકયો

વિજલપોર શહેરમાં જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમમાં આપ પાર્ટીને મત વિસ્તારમાં ઘૂસવા ન દેવાનો પડકાર ફેકયો હતો

New Update
નવસારી : વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલે આપને મત વિસ્તારમાં ઘૂસવા ન દેવા પડકાર ફેકયો

નવસારી - વિજલપોર શહેરમાં જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમમાં આપ પાર્ટીને મત વિસ્તારમાં ઘૂસવા ન દેવાનો પડકાર ફેકયો હતો.

નવસારી - વિજલપોર શહેરમાં જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સુધરાઈ સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની હાજરીમાં આર.સી.પટેલે ક્હ્યું બીજે મને ખબર નથી પણ જલાલપોર વિસ્તારમાં આપને ઘૂસવા નહીં દઉં.ખુબજ આક્રમક સ્વાભાવના જલાલપોર ધારાસભ્ય પટેલે અગાઉ પાટીદાર અનામત આંદોલનને જલાલપોરમાં પડકાર આપ્યો હતો અને દાંડી થી રેલી કાઢવાની તૈયારીમાં રહેલ પાટીદાર નેતાઓને અહીંયાથી રેલી ન કાઢવા દીધી હતી, અને કાંઠા વિસ્તારનો પરચો બતાવ્યો હતો. આજે જ્યારે કોંગ્રેસ કરતાં પણ ભાજપ આમ આદમી પાર્ટી ને વધુ મજબૂત હરિફ પાર્ટી માને છે ત્યારે નવસારીમાં વંદે ગુજરાત કાર્યક્રમમાં પણ આપને લઈને પાર્ટીમાં ચાલતી ચર્ચા બહાર આવી હતી. જલાલપોર મત વિસ્તારમાં લોકોને વિકાસ દેખાયો છે અને ભાજપમાં એમને વિશ્વાસ છે, એટલે અહીંયા ગમે તેવા પ્રલોભન આપે પણ આપને ઘૂસવા નહીં દઉં એવું આર.સી.પટેલે જાહેર મંચ ઉપરથી ક્હ્યું હતું.

Latest Stories