/connect-gujarat/media/post_banners/251c43186082509c86889a9097c36ccb690f6732c8421e612ead0b9ecc661942.jpg)
વલસાડથી અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનના મુસાફરોને મળવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું છે ત્યારથી સમગ્ર દેશમાંથી ભગવાન રામમાં આસ્થા ધરાવનાર મોટા ભાગના શ્રદ્ધાળુઓ અયોધ્યા ભણી કૂચ કરી રહ્યા છે. ભાજપ સંગઠન દ્વારા પણ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી લોકોને રામલલાના દર્શનનું આયોજન કર્યું છે જે માટે વલસાડથી આસ્થા સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી જેને લીલી ઝંડી બતાવવા માટે સાંસદ સી. આર પાટીલ નવસારી રેલવે સ્ટેશને હાજર રહ્યા હતા. તેમની સાથે ભાજપ સંગઠનના આગેવાનો સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં રામલાના દર્શન કરવા જવાનું હોવાથી તમામ મુસાફરોમાં ઉત્સાહ અને ભક્તિભાવ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જિલ્લાના 3 તાલુકા માંથી 1300 જેટલા દર્શનાર્થીઓ અયોધ્યા જવા રવાના થયા હતા.