નવસારી : જર્જરિત ઇમારતો સંબંધે નગરપાલિકાની ઉદાસીનતા,નોટિસ ફટકારી સંતોષ માનતા સત્તાધીશો

વરસાદની મોસમ પહેલા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે  જોખમી ઇમારતોને શોધી અને નોટિસ આપવાની કામગીરી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.

New Update
  • બીલીમોરા પાલિકાની ઉદાસીનતા

  • જોખમરૂપ જર્જરિત ઇમારતોથી ભય

  • પાલિકાની ઇમારતો પણ જોખમરૂપ 

  • પાલિકા નોટિસ ફટકારી માણે છે સંતોષ

  • નક્કર કામગીરી કરવા માટે ઉઠી માંગ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં નગરપાલિકાની ગંભીર ઉદાસીનતા જોવા મળી રહી છે,જોખમી ઇમરાતોના માલિકોને નોટિસ ફટકાર્યા બાદ કોઈ જ  નક્કર કાર્યવાહી ન થતા લોકોના જીવ સામે જોખમ ઉભું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની મોસમ પહેલા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે  જોખમી ઇમારતોને શોધી અને નોટિસ આપવાની કામગીરી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા  શહેરમાં પણ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે.અને નગરપાલિકા દ્વારા કુલ 14 થી વધુ ઇમારતોને નોટિસ આપી સંતોષ માની રહ્યું છે. દર વર્ષે નોટિસ આપવા છતાં પણ જર્જરિત ઇમારતોનો ભાગ પડવાના બનાવો સામે આવ્યા છે,પરંતુ એ દિશામાં કોઇ પણ નક્કર કામગીરી કરવામાં આવતી નહોવાના આક્ષેપ નગરપાલકિના અપક્ષ સભ્ય મલંગ કોલીયા દ્વારા કરવામાં આવ્યા છે.

બીલીમોરા નગરપાલિકામાં જર્જરિત ઇમારતોને  નોટિસ આપવાની કામગીરી તો શરૂ કરવામાં આવી છે,પણ બીજી તરફ નગરપાલિકાની મિલકતો પણ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. જ્યાં મોટી સંખ્યામાં વ્યાપારીઓ જીવના જોખમે વ્યાપાર કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. બીલીમોરા શહેરમાં આવેલી શાળાનો ભાગ પણ જર્જરિત થતા તેને પણ ઉતારવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી.ત્યારે જો કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ એ યક્ષ પ્રશ્ન પણ લોક મોઢે ઉઠવા પામ્યો છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.