નવસારી : મૃતકના નામે સોનાની લગડી સમાન જમીન હડપ કરવાનો બદ ઇરાદો, 9 પૈકી 2 શખ્સોની ધરપકડ...

નવસારી જીલ્લામાં મૃતકના નામે જમીન પચાવી પાડવાના મામલે ચીખલી પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી,

New Update
નવસારી : મૃતકના નામે સોનાની લગડી સમાન જમીન હડપ કરવાનો બદ ઇરાદો, 9 પૈકી 2 શખ્સોની ધરપકડ...

નવસારી જીલ્લામાં મૃતકના નામે જમીન પચાવી પાડવાના મામલે ચીખલી પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી, ત્યારે આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment W3.CSS

નવસારી જિલ્લામાં ખોટા દસ્તાવેજો બનાવી જમીન હડપ કરવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ સિલસિલો હજી પણ યથાવત રહ્યો છે, વર્ષો અગાઉ મરણ ગયેલા ઈસમોના નામે હાલમાં બનાવટી પાવર ઓફ એટર્ની ઉભી કરી સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં રજૂ કરી તેના આધારે જમીન પચાવી પાડવાનો ખેલ મોટા પાયે નવસારીમાં ફૂલ્યો ફાલ્યો છે. જેના આધારે સોનાની લગડી સમાન જમીનના દસ્તાવેજ નામ પર કરાવી લેવાય છે. આવો જ એક બનાવ ફરીવાર સામે આવ્યો છે. જેમાં ચીખલી પોલીસ મથકે 9 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, 1964ની સાલમાં મરણ ગયેલા ઈસપ અબ્રામ ઉર્ફ અબ્રામજી માયતના નામે ચીખલીના ખૂંધ ગામે રેસા નંબર 286 પૈકી બ્લોક સર્વે નંબર 446 વાળી જમીન છે. જેનું ક્ષેત્રફળ 13,614 ચો.મી. છે. આ જમીન પચાવી પાડવાના બદ ઇરાદે તથા જમીન માલિકના સીધી લીટી અને આડી લીટીના વારસદારોની જાણ બહાર કુલ 9 આરોપીઓ દ્વારા મૃતકનું હાલનું યુકે-ઈગ્લેંડનું સરનામું બતાવી ખોટી પાવર ઓફ એટર્ની ઊભી કરી તેના આધારે વેચાણ દસ્તાવેજ બનાવી આરોપીઓએ એકબીજાની મિલીભગતથી ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હતો, ત્યારે મૃતકના ભાણીયા ઝુબેર ગુલામી દ્વારા ચીખલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 2 શખ્સ મો. સુફિયાન નઝીર જીવા અને સાકીબ ગુલામ મો. કાનમીની ધરપકડ કરવામાં આવી છે. મોહમદ સુફીયાન નજીર જીવા, સાકિબ ગુલામમોહમદ કાનમી, મોહમદ અનવર મહેબુબ કાનમી, હશન મહમદભાઇ સહિત કુલ 9 આરોપી પૈકી 2 શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.