/connect-gujarat/media/post_banners/5531b60daad30e347cdcb31d1d7b6d17c9e55176ce8c1b1401c5295bcbd1e9ef.jpg)
નવસારીમાં શોશ્યલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી તંગદિલી ફેલાવનાર પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક યુવાનો વિવાદાસ્પદ પોસ્ટ કરતાં હતા જેના કારણે તંગદિલી ફેલાય એ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું. આવા તાવો સામે પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો જે બાદ પોલીસે તમામ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નસિલપોર સહિત અલગ વિસ્તારના 5 યુવાનો વિરૂદ્ધ સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધાયો હતો અને ટાઉન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. 5 પૈકી 1 આરોપી રાજકીય પાર્ટીનો નેતા હોવાનું પણ સામે આવ્યું છે