/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
મહાનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું
જાહેરમાં કચરો નાખનાર હવે દંડાશે
મનપા સીસીટીવી કેમેરાથી રાખશે નજર
કચરો કચેરાપેટીમાં જ નાખવા અપીલ
નિયમનો ભંગ કરશો તો થશે દંડાત્મક કાર્યવાહી
નવસારી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા તરફથી મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હવે કચરો ફેંકનારાઓએ સાવધાન રહેવું પડશે કારણ કે દરેક હરકત પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના છ સ્થળોએ કચરો નાખવાના વિવિધ સ્થાન પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. કચરાપેટી બહાર કચરો નાંખનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.આ તમામ સ્થળોનું મોનિટરિંગ હવે સીધું મહાનગરપાલિકા કચેરીમાંથી કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આ પોઇન્ટ ઉપર જો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો નાખતી જોવા મળશે, તો તેના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેનું મહત્વરૂપ પગલું ભર્યું છે,ત્યારે નાગરિકો પણ મનપાના આ કાર્યમાં સહયોગ આપે તે પણ જરૂરી છે.
/connect-gujarat/media/media_files/2025/07/25/amreli-2025-07-25-22-36-02.jpg)