Connect Gujarat
ગુજરાત

નવસારી: ખેડૂત સંમેલનમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત,ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ

સી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી

X

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

નવસારીમાં ભાજપ દ્વારા સંમેલનનું આયોજન

ખેડૂત સંમેલન યોજાયું

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરાય

દક્ષિણ ગુજરાતમાં જમીન સંપાદનમાં એક કરોડ અને ત્રણ લાખ રૂપિયા ના વળતર પેટે અપાવનાર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી ખેડૂતએ જગતનો તાત છે અને એની મહેનતના પગલે દેશમાં ઉત્પાદન વધી રહ્યું છે એનડીએ સરકાર દ્વારા ખેડૂતો માટે લાગુ કરેલા વિવિધ પ્રોજેક્ટને પગલે ખેડૂતોને 2024 ની લોકસભા ચૂંટણીમાં પોતાના તરફ ખેંચી લાવવા માટેના વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે

જેમાં સુરત અને નવસારીના ખેડૂતોને સંગઠિત કરી સમન્વય સમિતિ બનાવવામાં આવી છે જે સમન્વય સમિતિ ખેડૂતો માટે કામ કરે છે. નવસારીના બી.આર ફાર્મ ખાતે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ખેડૂતોને સંબોધ્યા હતા અને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી

Next Story