ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય તે માટે નવસારીમાં બની રહેલ વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ બિલીમોરા નગરપાલિકા સહિત અનેક વિસ્તારોમાં આશીર્વાદ સમાન બનવાનો છે જેની મુલાકાત જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લીધી હતી.
નવસારી-ગણદેવી તાલુકાના વાઘરેચ, ગોયંદી-ભાઠલા, દેસરા, આંતલીયા, વંકાલ, ઘેકટી, ઉંડાચના લુહાર ફળીયા અને વાણીયા ફળીયા, ખાપરવાડા, વાસણ સહિતના ગામોને પીવા અને સિંચાઈ માટે મીઠું પાણી પૂરું પાડવાનો ટાઇડલ ડેમનો મુખ્ય હેતુ છે. જે ઉપરાંત જૂની ખરેરા નદી પુનર્જીવીત થશે. રાજ્યના જળ સંપત્તિ મંત્રીએ આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરીનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ યોજનામાં કાવેરી નદી પર 500 મીટર લંબાઈમાં પાઈલ ફાઉન્ડેશન સાથે વિયર બાંધવામાં આવશે. નદી કિનારાના બિલીમોરા અને આજુબાજુના ગામોને પુરથી સુરક્ષિત રાખવા માટે 8 હજાર 381 મીટર લંબાઈમાં હયાત પાળાનું મજબુતીકરણ, નવા પાળાનું બાંધકામ અને કોંક્રિટની પાકી દીવાલ બાંધવા સહિતના કામોની ચર્ચા કરી હતી. સાથે સૌરાષ્ટ્રના ખેડૂતોને હવે રોટેશનમાં વીજળી આપવામાં આવશે એ પ્રકારની વાતો કરી હતી