New Update
/connect-gujarat/media/post_banners/ffe6bd43f3a4718b4532505780f3016d0b21233e21d818731ac1cb8566575125.jpg)
નવસારીના ફાતિમા બિલ્ડિંગ ધરાશાયી થતાં ઘરવિહોણાં બનેલા રહેવાસીઓએ બિલ્ડર અને આર્કિટેક પાસે પૈસા ન સ્વીકારતા કોર્ટના શરણે પહોંચ્યા હતા અને કોર્ટે બિલ્ડીંગ ધરાશાયી થતા દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.
નવસારી-વિજલપોરના વોર્ડ નંબર-5ના દસ્તુરવાડમાં બનાવેલ ફાતિમા એપાર્ટમેન્ટના બિલ્ડરોએ ઓછું મટિરિયલ બાંધકામમાં વાપરતા અને પાલિકાના કેટલાક અધિકારીઓના સબ સલામતના રિપોર્ટ આપ્યા હતા. માત્ર 10 વર્ષે જ બિલ્ડીંગ નમી પડતા તેને તોડવું પડ્યું હતું. બિલ્ડરો અને પાલિકાના અધિકારીઓની મીલીભગતને કારણે 8 પરિવારને કોરોના મહામારી દરમિયાન તેમનું ઘર છોડી દેવું પડ્યું હતું. સ્થાનિકોએ પોલીસને ફરિયાદ કરી પણ ન્યાય મળ્યો ન હતો. અંતે કોર્ટમાં ઘા નાંખતા કોર્ટે ફ્લેટધારકની દાદને મંજૂર કરી બિલ્ડરો સહિત 7 સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/05/nirav-modi-brother-2025-07-05-18-27-22.jpg)
LIVE