/connect-gujarat/media/post_banners/620347fda29a37323694c95b64ac1d08ff4c67ddb0d2c43201859ea3116129ca.jpg)
લોકસભા ચુંટણીમાં કાર્યકર્તાઓના પુરૂષાર્થથી નવસારીના સાંસદ સી. આર. પાટીલે દેશમાં જંગી લીડ મેળવી હતી ત્યારે ફરી લોકસભા ચુંટણીના અપડઘમ વાગી રહ્યા છે એ પૂર્વે સાંસદ સી. આર. પાટીલ દ્વારા કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કરી આવનારી ચુંટણીમાં ઉત્સાહ સાથે મંડી પાડવા હાંકલ પણ કરી હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈપણ પક્ષની જીત અને હાર તેના કાર્યકર્તાઓને આધારે હોય છે. ગત લોકસભા ચુંટણીમાં નવસારી લોકસભા બેઠક કાર્યકર્તાઓના મજબૂત પુરુષાર્થ થકી સાંસદ સી. આર. પાટીલ 6 લાખથી વધુ લીડથી જીત્યા હતા. ત્યારબાદ ગત વિધાનસભામાં સી. આર. પાટીલની આગેવાનીમાં નવસારી લોકસભાની 7 વિધાનસભાઓમાં પણ 7 લાખથી વધુ મતોની લીડ થઈ હતી. બીજી તરફ લોકસભા ચુંટણીને હવે થોડા મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે જિલ્લાના 1084 બુથમાંથી જે બુથમાં 70 ટકાથી વધુનું મતદાન થયું હતું, એ બુથના બુથ પ્રમુખ અને સમિતિ સભ્યો, પેજ પ્રમુખ અને સભ્યો સહિતના 1.35 લાખ કાર્યકર્તાઓને નવસારીના સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ પક્ષને સમર્પિત કાર્યકર્તાઓના અથાગ પુરુષાર્થને બિરદાવ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/07/27/mixcollage-27-jul-2025-09-14-pm-1191-2025-07-27-21-16-35.jpg)