નવસારી : આઈશર ટેમ્પો અને બસ વચ્ચે જોખમી અકસ્માત

ચીખલી નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ડિવાઈડર કૂદીને વાપી જતી બસ સાથે અથડાયો હતો.

નવસારી : આઈશર ટેમ્પો અને બસ વચ્ચે જોખમી અકસ્માત
New Update

નવસારીના ચીખલી નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ડિવાઈડર કૂદીને વાપી જતી બસ સાથે અથડાયો હતો. જેમાં બસના ડ્રાઈવર અને કર્મચારીઓને ઈજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચીખલી પોલીસે અકસ્માત સંદર્ભે તપાસ શરૂ કરી છે.

નવસારીના ચિખલી નેશનલ હાઇવે ઉપર ખાનગી કંપનીની લક્ઝરી બસ અને એક આઈશર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજે સવારે બલવાડાની સાઈ ક્રિષ્ના હોટલ પાસે આઈસર ટેમ્પો અને ખાનગી કંપનીની બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બસના ડ્રાઈવર અને કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જેથી તમામને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે થી ત્રણ લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ હાઇવે પર જામના કારણે પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માત અંગે ચીખલી પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



#CGNews #Eicher tempo #bus #Navsari #Dangerous accident #Gujarat #accident
Here are a few more articles:
Read the Next Article