-
બીલીમોરા ન.પાની ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં ક્ષતિ
-
વોર્ડ નં.2ના બુથ નં.5માં ઇવીએમમાં ક્ષતિનો આક્ષેપ
-
કોંગી ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ન દબાતા કર્યો હોબાળો
-
કોંગી ઉમેદવારે ઇવીએમ મશીનમાં ગરબડી હોવાના કર્યા આક્ષેપ
-
ઇવીએમ મશીન બદલવાની કરવામાં આવી રહી છે માંગ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.જોકે એક મતદાન મથક પર ઈવીએમ મશીન ક્ષતિ સર્જાઇ હોવાના આક્ષેપ કોંગી ઉમેદવારે કરતા તંત્ર દોડતું થઇ ગયું હતું.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ બીલીમોરા નગરપાલિકા ની ચૂંટણીમાં કુલ 9 વોર્ડની 33 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ભાજપની 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 45 મતદાન બુથ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ 8 બુથને સંવેદનશીલ અને ઓરીયામોરા બુથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
રક્ષા વ્યવસ્થા માટે 1 DYSP, PI, PSI સહિત 237 પોલીસ કર્મચારીઓ અને 100 હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે 270 વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.
જોકે બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં બુથ નંબર 5માં મતદાન અટક્યું હતું,કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુકલાનું ઇવીએમમાં બટન દબાતું ન હોવાના આક્ષેપ સાથે મતદાન મથક પર હોબાળો થયો હતો,અને તાત્કાલિક ઈવીએમ મશીન બદલવાની માંગ કરવામાં આવી હતી. ઈવીએમ મશીન ખોટકાતા મતદારો મુંઝવણમાં મુકાય ગયા હતા.