નવસારી :  અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 77 ગામોના સમાવેશ કરવા મુદ્દે ખેડૂતોનો વિરોધ,વળતર મુદ્દે અસરગ્રસ્તોમાં આક્રોશ

નવસારી જિલ્લામાં અરબ ડેવલપમેન્ટ ઓથોરીટીમાં જલાલપુર સહિત 77થી વધુ ગામોના સમાવેશ સામે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.અને વળતર મુદ્દે પણ ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

New Update
  • જમીનને લગતા વિવિધ પ્રશ્નો મુદ્દે ખેડૂતોની રેલી

  • NUDA માં 77 ગામોના સમાવેશ મુદ્દે ખેડૂતોનો વિરોધ

  • પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં વળતર મુદ્દે અસરગ્રસ્તોમાં આક્રોશ

  • ખેડૂતોની ઘાંચી પંચની વાડીમાં યોજાઈ સભા

  • રેલી યોજીને ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

નવસારી જિલ્લામાં અરબ ડેવલપમેન્ટ ઓથોરીટીમાં જલાલપુર સહિત 77થી વધુ ગામોના સમાવેશ સામે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.અને વળતર મુદ્દે પણ ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં જલાલપુર અને નવસારીના 77 ગામોનો સમાવેશ કરવાના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ખેડૂતોમાં આક્રોશ છે કે પાવર ગ્રીડ પ્રોજેક્ટ સામે વળતર મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતો સંઘર્ષ કરી રહયા છે.આ ઉપરાંત મહાનગરપાલિકાની  ટીપી સ્કીમમાં 60/40ના રેશિયો સામે સ્થાનિક અસરગ્રસ્તો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.વધુમાં ગામડામાં ગામ તળની ઘરવાડાની જમીનમાં સ્વામીત્વ યોજના લાગુ કરવાની ખેડૂતોએ માંગ કરી છે.

આ સમગ્ર મુદ્દે નવસારી જિલ્લાના ખેડૂતોએ ઘાંચી પંચની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું,જેમાં જમીનને લગતા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા બાદ ખેડૂતોએ એક રેલી યોજીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા,અને આ રેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.ખેડૂતોએ વિવિધ પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગ કરી હતી.

Latest Stories