નવસારી: રોંગ સાઇડ આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત

જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું

New Update
નવસારી: રોંગ સાઇડ આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું

નવસારીના વાંસદા ધરમપુર હાઇવે ઉપર આવેલા જામલીયા ગામ પાસે રોંગ સાઈડ આવતા કાળમુખા ટેમ્પો ચાલકે બાઇક પર જઈ રહેલ પિતા પુત્રીને અડફેટે લેતા પિતા અને પુત્રી બંનેના મોત નીપજ્યા છે. તો બીજી તરફ અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ હતો આ અંગે મૃતકના પુત્રએ વાંસદા પોલીસનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, વાંસદા ધરમપુર હાઇવે ઉપર આવેલા જામલીયા ગામ પાસે રોંગ સાઈડ આવતા ટેમ્પો ચાલકે પિતા પુત્રીને અડફેટે લીધા હતા. જેમાં પિતા સુરેશભાઈ ચૌધરી અને પુત્રી મનીષા ચૌધરીનું મોત નીપજતા આખા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત બાદ પુત્રીનું ઘટનાસ્થળે તો પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત નિપજતા પરવાર પર આભ ફાટી પડ્યું છે..

Latest Stories