નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાંથી ગૌમાંસના સમોસા વેચતા એક ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં છેલ્લા 4 વર્ષથી મરઘી અને બકરીના માંસનું કહી ગૌમાંસના સમોસાનું વેચાણ થતું હતું, ત્યારે બાતમીના આધારે પોલીસે ગૌ-રક્ષકોને સાથે રાખી ડાભેલ ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં A-ONE ચિકન બિરયાની નામની લારી પરથી પોલીસે માંસના સેમ્પલને FSL મોકલી તપાસ અર્થે મોકલતા તે ગૌમાંસ હોવાનું ફલિત થયું હતું. આ મામલે પોલીસે ગૌમાંસના સમોસા વેચતા અહમદ મહમ્મદ સૂઝની ધરપકડ કરી તેના વિરુદ્ધ મુંબઈ પશુ સરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5, 6, 8 તથા ગુજરાત પશુ રક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 6(ક), (ખ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જયારે અન્ય એક ઇસમ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.