નવસારી: ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુસુરીશ્વરજી કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ

નવસારીનાં આદિનાથ જૈનસંઘમાં ત્રણ માસથી ચાતુર્માસ નિમિતે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  

New Update

નવસારી જૈન સમાજમાં શોકનો માહોલ 

ગચ્છાધિપતિ મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા 

ત્રણ મહિનાથી આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા 

સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 

નવસારીનાં આદિનાથ જૈનસંઘમાં ત્રણ માસથી ચાતુર્માસ નિમિતે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  
 
નવસારીના શાંતાદેવી રોડના શ્રી આદિનાથ જૈનસંઘમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ તારીખ 27મીએ શુક્રવારે સાંજે પુષ્ય નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા છે. શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ 91 વર્ષના હતા.તેઓ ત્રણ મહિનાથી નવસારીના આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા.તેઓને ઇન્ફેક્શનની બીમારી લાગુ પડતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન પર હતા. જ્યાંથી તેમને ગુરૂવારના રોજ રજા આપવામાં આવતા જૈન સંઘમાં જ હતા તે વખતે કાળધર્મ પામ્યા છે. તેમના દુખદ સમાચારથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે.શનિવારના રોજ બપોર બાદ તેમની પાલખીયાત્રા નીકળશે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને ગચ્છાધિપતિ આચાર્ય કાળધર્મ  થતા દુઃખ વ્યક્ત કર્યું હતું.
Latest Stories