Connect Gujarat
ગુજરાત

નવસારી: સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ ફરજિયાત ખાનગી બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાના પરિપત્રનો વિરોધ,જુઓ શું થઈ શકે છે મુશ્કેલી

જિલ્લા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓમાં ચાલતી SMCના બેન્ક એકાઉન્ટ ખાનગી બેંકમાં ખોલાવવાના પરિપત્રે શિક્ષકોની ચિંતા વધારી દીધી છે

X

નવસારી જિલ્લા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓમાં ચાલતી SMCના બેન્ક એકાઉન્ટ ખાનગી બેંકમાં ખોલાવવાના પરિપત્રે શિક્ષકોની ચિંતા વધારી દીધી છે કારણ જિલ્લાના આદિવાસી તેમજ કાંઠાના અંતરિયાળ ગામડાઓમાં કે તાલુકામાં બેંકની શાખા ન હોય, તો બેંક વહેવાર માટે મુશ્કેલી વેઠવી પડશે

ભારત સરકારના શિક્ષા મંત્રાલય (MHRD) દ્વારા હાલમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પરિપત્ર જાહેર કરી સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શાળા સંચાલન મંડળ (SMC) ના એકાઉન્ટ ફરજીયાત પણે ખાનગી બેંકમાં ખોલાવવા સંબંધીતોને જણાવ્યુ છે. પરંતુ ખાનગી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા સબંધે ગામડાની શાળાઓના SMC સભ્યો અને શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. કારણ શાળા સંચાલન મંડળના બેંક ખાતામાં સરકાર દ્વારા શાળાના વિકાસ માટે વર્ષમાં બે વાર વિદ્યાર્થીઓ અનુસાર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સાથે જ સ્વચ્છતા ગ્રાન્ટ તેમજ વિવિધ પ્રસંગોપાત પણ ગ્રાન્ટ સીધી શાળાના જ SMC એકાઉન્ટમાં આપવામાં આવે છે ત્યારે અત્યાર સુધી ગામમાં કે ગામની નજીક આવેલી જ બેંકમાં SMC ના એકાઉન્ટ ચાલતા હતા અને એનું ઓપરેટિંગ કરવું શિક્ષક માટે સરળ હતુ. હવે જ્યારે ખામગી બેંકની શાખા ગામ તો શું તાલુકામાં જ ન હોય તો શાળાના શિક્ષકે કિલોમીટરો દૂર જઈ બેંક વહેવાર કરવો પડશે. જેથી સરકાર સમગ્ર મુદ્દે ફેરવિચારણા કરે અને શાળાના SMC ના એકાઉન્ટ નજીકની રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવવાની મંજૂરી આપે એવી માંગ ઉઠી છે.

જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના શાળા સંચાલન મંડળના એકાઉન્ટ અગાઉ રાષ્ટ્રીયકૃત બેંકમાં હતા અને બેન્કની શાખાઓ ગ્રામ્ય સ્તરે પણ ઉપલબ્ધ હોવાથી શિક્ષકોને મુશ્કેલી પડતી ન હતી. હવે જ્યારે શિક્ષા મંત્રાલયના પરિપત્રને કારણે ખાનગી બેંકમાં એકાઉન્ટ ખોલાવવાની સુચનાનું પાલન શિક્ષકોએ કરીને એકાઉન્ટ ખોલાવવા પડશે. જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ મુદ્દે કોઈ સમસ્યા, ફરિયાદ કે નેટવર્ક ઇશ્યુની ફરિયાદો મળશે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી.

Next Story