Connect Gujarat
ગુજરાત

નવસારી: ખેરગામમાં સગીરાને પત્ની તરીકે રાખ્યા બાદ ફરીવાર ઘરે ન આવતા કરવામાં આવી હત્યા,આરોપીની ધરપકડ

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક યુવકે સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી પત્નીની જેમ રાખતો હતો

X

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક યુવકે સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી પત્નીની જેમ રાખતો હતો જેમાં યુવતી યુવાન સાથે થોડા સમય રોકાયા બાદ તેની સાથે રહેવાની ઈચ્છા ન હોય યુવાને તેણીના ઘરે જઈને યુવતીની હત્યા કરતા ખેરગામ પોલીસે યુવાનની ધરપકડ કરી હતી

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સગીર વયની કિશોરીને રસિક રમેશભાઈ પટેલ નામનો યુવાન લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપાણામાંથી ભગાવી ગયો હતો. પોતાની પાસે સાત મહિના રાખી કિશોરી ફરીવાર પોતાના ઘરે આવી હતી અને યુવાન સાથે સંબંધ કાપી નાખ્યા હતા જેથી ઉશ્કેરાયેલા યુવાને વારંવાર કિશોરીને પોતાને ઘરે લાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા.જેમાં તેને સફળતા મળી ન હતી.25મી સપ્ટેમ્બરના રોજ કિશોરીને જાનથી મારી નાખવાના ઇરાદે તેના ઘરે આવેલા યુવાને ફરીવાર પોતાની સાથે ઘરે આવવા કિશોરીને મનાવી હતી પણ તે માની ન હતી.યુક્તિ પૂર્વક કિશોરીની માતાને ઘાસ લેવા બહાર મોકલી હતી.કિશોરી જ્યારે રસોઈ બનાવી રહી હતી ત્યારે પાછળ આવી ધાતુના તાર વડે તેને ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી હતી.હત્યા કર્યા બાદ યુવાને કિશોરીને ખાટલા પર સુવડાવી ચાદર ઓઢાડી ઠંડા કલેજે ત્યાંથી નાસી ગયો હતો. પરિવારે કિશોરીની હાલત જોતા તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડી હતી પરંતુ તેને બચાવી શક્યા નહોતા.યુવતીના પિતાએ ખેરગામ પોલીસ મથકમાં યુવાન રસિક પટેલ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story