/connect-gujarat/media/post_banners/5c5870b5bf2205fb35f625accfe9e080be590c6b928ec21672965a09fece7213.jpg)
નવસારી જિલ્લાના વાસદા તાલુકાના લાછકડી ગામના કળિયુગી દીકરાઓએ માતાપિતાને નજીવી બાબતે ઢોરમાર માર્યો જેમાં માતાનું મોત નીપજ્યું છે પિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે અને નફ્ફટ દીકરાઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના લાછકડી ગામે ઘટેલી ઘટનાએ માતા-પિતા અને દીકરાઓના સંબંધો પર લાંચન લગાડતું કૃત્ય સામે આવ્યું છે. કળિયુગી દીકરાઓથી અલગ રહેતા માતા-પિતાના ઘરમાં રાત્રિના સમયે લાઈટ ન રહેતા પૌત્રને લાઈટના થાંભલા પર ચઢાવ્યો હતો પૌત્રને લાઈટના થાંભલા પર ચઢાવવા જેવા નજીવા મુદ્દે બંને પુત્રો અને માતા-પિતા વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં વિવાદ વકરતા બંને પુત્રોએ માતા-પિતા પર લાકડા વડે હુમલો કર્યો હતો જેમાં માતાનું મોત નીપજ્યું છે જ્યારે પિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. માતાનું મરણ અને પિતા સારવાર હેઠળ છે તેવા સમયે હુમલો કરનાર દીકરાઓ નિતેશ જાદવ અને હરેશ જાદવની પોલીસે ધરપકડ કરી છે.