નવસારી : ખડસુપા ગામે "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત લખપતી દીદી સેમિનાર યોજાયો...

દેશની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'લખપતી દીદી' યોજના શરૂ કરાવી છે, 

New Update

મહિલા સશક્તિકરણના હેતુથી મહત્વાકાંક્ષી પહેલનો પ્રારંભ

ખડસુપા ગામે "વિકાસ સપ્તાહ"ની વિશેષ ઉજવણી કરાય

વિકાસ સપ્તાહ અંતર્ગત લખપતી દીદી સેમિનાર યોજાયો

ભુતપૂર્વ વિદ્યાર્થીની અને લખપતી દીદીએ અનુભવો વર્ણવ્યા

3 કરોડ સ્વ:સહાય જૂથની બહેનોને આવરી લેવાનો લક્ષ્યાંક

દેશની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ'લખપતી દીદીયોજના શરૂ કરાવી છેત્યારે ગુજરાતના નવસારીના ખડસુપા ગામે "વિકાસ સપ્તાહ"ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

હાલ સમગ્ર રાજ્યમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના યાઓજન કરવામાં આવી રહ્યા છેત્યારે નવસારી જિલ્લાના ખડસુપા ગામ એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખાતે'લખપતી દીદીસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં'સત્યસાંઇ બચત જૂથ'ના સભ્ય અને લખપતી દીદી એવા તેજલ મિસ્ત્રીએ તેમની આ સફરના અનુભવો વર્ણવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે8 વર્ષ પહેલા 10 બહેનો સાથે મળીને 50-50 રૂપિયાની બચતથી શરૂ કરીને પગભર બન્યા છીએ. મીશન મંગલમ યોજના દ્વારા અમારા જેવી અનેક બહેનો સખી મંડળમાં જોડાઇને આર્થીક રીતે પગભર બની છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.