નવસારી : ખડસુપા ગામે "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત લખપતી દીદી સેમિનાર યોજાયો...

દેશની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'લખપતી દીદી' યોજના શરૂ કરાવી છે, 

New Update

મહિલા સશક્તિકરણના હેતુથી મહત્વાકાંક્ષી પહેલનો પ્રારંભ

ખડસુપા ગામે "વિકાસ સપ્તાહ"ની વિશેષ ઉજવણી કરાય

વિકાસ સપ્તાહ અંતર્ગત લખપતી દીદી સેમિનાર યોજાયો

ભુતપૂર્વ વિદ્યાર્થીની અને લખપતી દીદીએ અનુભવો વર્ણવ્યા

3 કરોડ સ્વ:સહાય જૂથની બહેનોને આવરી લેવાનો લક્ષ્યાંક

દેશની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'લખપતી દીદીયોજના શરૂ કરાવી છેત્યારે ગુજરાતના નવસારીના ખડસુપા ગામે "વિકાસ સપ્તાહ"ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

હાલ સમગ્ર રાજ્યમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના યાઓજન કરવામાં આવી રહ્યા છેત્યારે નવસારી જિલ્લાના ખડસુપા ગામ એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખાતે 'લખપતી દીદીસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં 'સત્યસાંઇ બચત જૂથ'ના સભ્ય અને લખપતી દીદી એવા તેજલ મિસ્ત્રીએ તેમની આ સફરના અનુભવો વર્ણવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે8 વર્ષ પહેલા 10 બહેનો સાથે મળીને 50-50 રૂપિયાની બચતથી શરૂ કરીને પગભર બન્યા છીએ. મીશન મંગલમ યોજના દ્વારા અમારા જેવી અનેક બહેનો સખી મંડળમાં જોડાઇને આર્થીક રીતે પગભર બની છે.

 

#Gujarat #Navsari #program #Women #Lakhpati Didi Abhiyan
Here are a few more articles:
Read the Next Article