Connect Gujarat
ગુજરાત

નવસારી: ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં આરોપીની કરી ધરપકડ

તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું, જેમાં અપહરણ કરનાર યુવાને કિશોરીના પિતા પાસેથી એક કરોડની ખંડણી માગી હતી, જે મામલે જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ સહિત એલસીબીની ટીમ કામે લાગી માત્ર 48 કલાકની અંદર ઓપરેશન ચાલવી અપહ્રત કિશોરીને છોડાવી આરોપીની ધરપકડ કરી છે.થોડા દિવસો અગાઉ કડોદરામાં એક બાળકનું અપહરણ થયું હતું, જેમાં કેટલીક ભૂલને કારણે તે બાળકની હત્યા થઈ હતી, જે મામલે કેટલાક પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ પણ થયા હતા, પરંતુ આ કેસમાં પોલીસે ભૂતકાળના અનુભવના આધારે સૂઝબૂઝ વાપરી કુલ ત્રણ ટીમ બનાવી હતી, જેમા ટેક્નિકલ ગ્રાઉન્ડ અને અન્ય એક ટીમ એક્ટિવ કરી હતી. અપહરણ થયાના માત્ર 48 કલાકમાં LCBએ દિલ્હી લખનઉ રોડ પરથી કિશોરીને મુક્ત કરાવી એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ સમગ્ર ઓપરેશનનો ઘટસ્ફોટ રેન્જ આઇજી અથવા નવસારી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે થઈ શકે છે.આ ટીમનું સુપરવિઝન નવસારી એલસીબીના પોલીસ-ઇન્સ્પેક્ટર દીપક કોરાટ દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે જ જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા દિવાળીના એક દિવસ અગાઉ રાત્રે પોલીસ આ ઓપરેશનમાં જોડાઈ હતી, જેમાં એક ટીમને દિલ્હી રવાના કરવામાં આવી હતી. પોલીસે ખૂબ સાવચેતીપૂર્વક આરોપીને ઓપરેશનની ગંધ ન આવે એ રીતે કામગીરી પાર પાડી હતી. હાલ આરોપી અને કિશોરીને લઈને ટીમ દિલ્હીથી રવાના થઈ છે.

Next Story