નવસારી : LCBએ ઘરફોડ ચોરી કરતા તસ્કરને ઝડપી પાડ્યો, 51 જેટલી ચોરીના ગુનાને આપી ચૂક્યો છે અંજામ

LCB પોલીસ સ્ટાફને મોટી સફળતા મળી છે, 51 આંતરરાજય ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને એલસીબી પોલીસે ઝડપી પાડી, કુલ રૂ 7 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

New Update
નવસારી : LCBએ ઘરફોડ ચોરી કરતા તસ્કરને ઝડપી પાડ્યો, 51 જેટલી ચોરીના ગુનાને આપી ચૂક્યો છે અંજામ

નવસારી એલસીબી પોલીસ સ્ટાફને મોટી સફળતા મળી છે, 51 આંતરરાજય ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને એલસીબી પોલીસે ઝડપી પાડી, કુલ રૂ 7 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

નવસારીનો પોલીસ LCB સ્ટાફ નવસારી ના શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન LCB ના પોલીસ કર્મચારી સંદીપભાઈ પીઠાભાઈ તથા અર્જુનભાઈ પ્રભાકરને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ગાંધી રેલવે ફાટક ઓવર બ્રિજના પશ્ચિમ અબ્રામા તરફ દક્ષિણ છેડે આરોપી પસાર થવાનો છે જેને આધારે વોચ ગોઠવતા આરોપી જીમી ઉર્ફે દિપક બીપીન બાબુલાલ શર્મા આબાદ ઝડપાઈ ગયો હતો. 51 જેટલી આંતરરાજય ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને LCBએ ઝડપી પાડી નવસારી જિલ્લાના જલાલપુર અને ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના વણઉકેલ્યા ગુનાને ડિટેક્ટ કર્યા છે, પકડાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના મળી કુલ 7,12,370 નો મુદ્દા માલ કબજે કરાયો. આ ચોર છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. હાલ એલસીબી પાસેથી આરોપીનો કબજો જલાલપુર પોલીસે મેળવ્યા બાદ ટાઉન પોલીસ સ્ટેશનને તેનો કબજો આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.