Connect Gujarat
ગુજરાત

નવસારી : દુકાનમાં આગ લાગતાં ગેસના સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત...

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની એક દુકાનમાં આગ ફાટી નીકળવાની ઘટના સર્જાય હતી. જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,

X

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની એક દુકાનમાં આગ ફાટી નીકળવાની ઘટના સર્જાય હતી. જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બીલીમોરા શહેરના ગૌહરબાગ વિસ્તાર નજીક આવેલ એક દુકાનમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી હતી. કલ્પના ફ્લાવર માર્ટ નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આપ વિડીયોમાં જોઈ શકો છો કે, પ્રચંડ ધડાકા સાથે સિલિન્ડરમાં બ્લાસ્ટ થાય છે. સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે નજીકમાં રહેલ શશીકાંત પટેલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતાં જ બીલીમોરાના ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ દુકાનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, દુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તો સમગ્ર મામલે બીલીમોરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story