નવસારી: સાંસદ દિશાદર્શન કાર્યક્રમનું આયોજન, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમ પત્ર સુપ્રત કરાયા

નવસારી ખાતે આયોજિત સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મહેસૂલ વિભાગ તેમજ સમાજ સુરક્ષાની વિવિધ યોજના ઓનાં લાભાર્થીઓને હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
નવસારી: સાંસદ દિશાદર્શન કાર્યક્રમનું આયોજન, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમ પત્ર સુપ્રત કરાયા

નવસારી જિલ્લા ખાતે સાંસદ દિશાદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમ પત્ર સુપ્રત કરાયા હતા

નવસારી ખાતે આયોજિત સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મહેસૂલ વિભાગ તેમજ સમાજ સુરક્ષાની વિવિધ યોજના ઓનાં લાભાર્થીઓને હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.નવસારી જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 6 હજાર જેટલા સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રત્યક્ષ યોજનાના લાભ અંગેના હુકમ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત રહેલા પાટિલે લાભાર્થીઓ ને શુભકામના પાઠવવા સાથે નવસારી જિલ્લા ને કુપોષણ તેમજ ટીબી મુક્ત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

Read the Next Article

ભરૂચ: મોર્નિંગ શિફ્ટમાં જ મેઘરાજાની ધબધબાટી, હાંસોટમાં 3,વાલિયામાં 2 ઇંચ વરસાદ

ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટમાં 3 ઇંચ અને વાલીયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો

New Update
  • ભરૂચમાં ચોમાસુ જામ્યું

  • સાર્વત્રિક વરસાદ નોંધાયો

  • હાંસોટમાં 3 ઇંચ વરસાદ

  • વાલિયામાં 2 ઇંચ વરસાદ

  • વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટમાં 3 ઇંચ અને વાલીયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 3 ઇંચ અને વાલીયામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા તારીખ 24 જૂન સુધી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.