ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુ જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમો છલકાયા હતા અને પુરા વર્ષ દરમ્યાન ભરપૂર પાણી નો સંગ્રહ થયો હતો, ત્યારે નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલ જૂનું પાણી માટે ડેમના દરવાજા નવસારી જિલ્લાના તંત્રએ 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલવાનો નિર્ણય લીધો હતો.
નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ ગત ચોમાસે ખુશહાલી લાવ્યો હતો. જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો હતો. તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલીયા ,જૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે. જેમાં પાણી હજી પણ ઘણું ચાલી શકે એમ છે પણ નવું વરસાદનું પાણીની આવક વધે એ પેહલા જૂનું પાણી ન નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના દરવાજાઓ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દીધા છે. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના કાંઠે આવેલા ૧૧ જેટલા ગામોને વહીવટીતંત્ર એલર્ટ કરી દીધા છે. જિલ્લાની બે નગરપાલિકા ઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે. ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર હાલ તંત્ર પાણીની આવક એકાએક વધી ન જાય તેની સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે.