Connect Gujarat
ગુજરાત

નવસારી : પાલિકા દ્વારા એકાએક વેરામાં વધારો કરતાં સ્થાનિકોમાં ભારે રોષ..

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આકરવામાં આવેલા વેરા વધારાનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે.

X

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આકરવામાં આવેલા વેરા વધારાનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે. જેમાં પણ નવા જોડાયેલા વિસ્તારોમાં પાલિકાએ સુવિધાઓ આપી નથી અને અસહ્ય વેરો વધારો કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા 8 વર્ષો બાદ વધારેલા મિલકત વેરામાં અસહ્ય વધારો થતાં શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. પાલિકા દ્વારા બેઝિક મિલકત વેરા પર 50 ટકા ડ્રેનેજ વેરો અને 30 ટકા સફાઈ વેરો લગાવ્યો છે. જેમાં આજે વોર્ડ નં.5 અને 13 ની સરહદ પર આવેલા સૂર્યદર્શન સોસાયટીના રહીશોએ અસહ્ય વેરાનો વિરોધ નોંધાવી પાલિકા રી-સર્વે કરાવે એવી માંગણી કરી છે. આક્રોશમાં આવેલ શહેરી જનોએ પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા.

સૂર્યદર્શન સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવેલા આવેદન બાદ પાલિકા મુખ્ય અધિકારીએ જણાવ્યુ હતું કે વેરાના સર્વેમાં ભૂલો હોવાનું ધ્યાને આવ્યું છે જેથી પાલિકામાં જોડાયેલા 8 ગામોમાં ફરી રી-સર્વે કરવમાં આવશે અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પણ પ્રયાસો કરાશે.

Next Story