Connect Gujarat
ગુજરાત

નવસારી: રૂ.100 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો ઓવરબ્રીજ, લોકો માટે ખુલ્લો મુકાતા ખુશીનો માહોલ

નવસારીમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

X

નવસારીમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નવસારી શહેરને નવો ઓવરબ્રિજ મળ્યો છે. નવસારી શહેરમાં આવેલા સ્ટેશન વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમને જોડતો ઓવરબ્રીજ બનીને તૈયાર થતા વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.આ બ્રિજના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.ઓવરબ્રિજ તૈયાર થતા પૂર્વ અને પશ્ચિમમાં રહેતા અંદાજિત 20,000 થી વધુ લોકોને ફાયદો થશે અને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.રૂપિયા 100 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જેને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે.

Next Story