Connect Gujarat
ગુજરાત

નવસારી: કોંગ્રેસના MLA પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ, કાર્યવાહી પર સૌની નજર

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

નવસારી: કોંગ્રેસના MLA પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ, કાર્યવાહી પર સૌની નજર
X

નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાના મામલે રાજનીતિ ગરમાય ગઈ છે.

નવસારીના ખેરગામમાં શનિવારે બનેલ હુમલા પ્રકરણમાં 6 ઈસમ સહિત 40થી 50 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ખેરગામમાં શનિવારે સાંજે એક મિટિંગમાં આવેલા વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર અચાનક હુમલો થતા તેમના સમર્થકોના ટોળેટોળા ભારે આક્રોશ સાથે ખેરગામના રસ્તા પર ઉતરી આવ્યાં હતા. ખેરગામમાં જાહેર રોડ પર બનેલી આ ઘટનામાં અનંત પટેલને ઇજા થઈ હતી અને તેમની કારને પણ નુકસાન થયું હતું. રોષે ભરાયેલા ટોળાએ બહેજ રોડ પર જિલ્લા પંચાયત પ્રમુખની દુકાનને આગ ચાંપી દીધી હતી. આગ બુઝાવવા આવેલા બંબાને પણ રોષે ભરાયેલા લોકોએ ઘેરી વળ્યાં હતા.

મામલામાં અનંત પટેલે રીંકુ આહીર, ભીખુભાઇ આહીર,અંકિત, કીર્તિ, ચેતન પટેલ, દિનેશ પટેલ તેમજ 40 થી 45 સામે ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હાલ ધારાસભ્ય અનંત પટેલ વાંસદા શિવમ હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ દરમિયાન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને દાહોદના ધારાસભ્ય ચંદ્રિકા બારીયા, માજી સાંસદ કિશનભાઇ પટેલ સહિતના આગેવાનોએ તેમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી ચિંતા વ્યક્ત કરી હતી.આ સમગ્ર મામલાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કયા પ્રકારના પગલા ભરે છે એ જોવાનું રહશે

Next Story