Connect Gujarat
ગુજરાત

નવસારી : પોલીસમાં નોકરીની લાલચ આપી રૂ. 85 હજાર પચાવી જનાર ભેજાબાજની પોલીસે કરી ધરપકડ...

નવસારીના યુવાનને પોલીસ બનાવવાની લાલચ આપી રૂ. 85 હજાર પચાવી જનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

નવસારીના યુવાનને પોલીસ બનાવવાની લાલચ આપી રૂ. 85 હજાર પચાવી જનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

“લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે” તે કહેવત નવસારી શહેરમાં સાચી ઠરી છે. નવસારી શહેરના રીંગ રોડ સ્થિતિ કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પડોશમાં રહેવા આવેલા મૂળ હારાષ્ટ્રના અને સુરતમાં રહેતા નવાઝ શેખ ગત 25 જાન્યુઆરી, 2024ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિગમાં મળ્યો હતો. જેણે પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપી હતી. સાથે જ સિદ્દીક શેખને વાત વાતમાં કહ્યું કે, પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે. તમારા દીકરાને લગાવવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે. જેથી પિતા સિદ્દીક તેના AC રીપેરીંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા નવાઝ સામે ઈચ્છા વ્યક્ત કરતા જ સિદ્દીક શેખ ઠગભગત નવાઝની જાળમાં ફાસાયો હતો. બાદમાં ફોર્મ ભરાવવાના નામે, ફોર્મ સબમિટ કરાવવા, અધિકારીને આપવાના, ટ્રેનીંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનીંગમાં જવાના નામે નવાઝ શેખે, દીકરાની જીંદગી સુધરે એવા આશાયથી ટૂકડે ટૂકડે 85 હજાર રૂપિયા આપ્યા હતા. જેમાં નવાઝ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો, જેમાં ગાંધીનગર ટ્રેનીંગમાં જવાની વાત હતી અને ટ્રેનીંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો. પરંતુ નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીક શેખને શંકા થઇ હતી, અને દીકરા જાફરનો ટ્રેનીંગનો કોલ લેટર લઇ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા હતા, જ્યાં કોલ લેટર જોઈ નવસારી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું હતું. જેથી સિદ્દીક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85 હજાર રૂપિયા પડાવી લેનાર નકલી પોલીસકર્મી નવાઝ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો હતો. આરોપી નવાઝે આજ પ્રકારે સુરતના સલાબતપુરા, કડોદરા અને પલસાણામાં 3 લોકોને ટોપી પહેરાવીને રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું છે.

Next Story