/connect-gujarat/media/post_banners/6c30a61b031bf347a2ed21ad7037e7f92f23ed38e97b8c43f51d178426126553.jpg)
નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
હાલમાં પ્રોહીબિશન ડ્રાઇવ ચાલી રહી છે.જેમાં અલગ અલગ નાકા ઉપર પોલીસ ઉભી રહીને દારૂના જથ્થાના વહનને રોકવા માટે કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત નવસારી ગ્રામ્ય પોલીસે પણ હાઇવે પાસેના ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે વાહનો પાર્ક કરીને ચેકિંગ શરૂ કર્યું હતું. જે દરમિયાન એક કાર ચાલકે પોલીસને જોઈને વાહન ફૂલ સ્પીડએ ભગાવ્યું હતું. જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો.જેમાં આંમરી ગામના ખડકી ફળિયામાં રસ્તો પૂરો થઈ જતા ડ્રાઇવર કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે કાર ખોલી જોતા તેમાંથી અધધ 191 કિલો ગાંજાના અલગ અલગ પેકિંગ મળી આવ્યા હતા.જેની બજાર કિંમત 19,11,390 છે, કારમાં તપાસ કરતાં ત્રણ અલગ અલગ નંબર પ્લેટ, ફાસ્ટેગ મળી આવ્યા હતા કાર અને ગાંજાનો મુદ્દા માલ મળી કુલ 23,11,390 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.