નવસારી : RVD ગ્રુપના સભ્ય પર લોખંડના પાઈપ વડે હુમલો, 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

નવસારીમાં વર્ચસ્વ વધરવાના ભાગેરૂપે શરૂ થયેલા ગેંગવોરે ફરીવાર માથું ઉચક્યું છે અને RVD ગ્રુપના જય નાઈક પર ગત રાત્રે હુમલો થતા પોલીસ દોડતી થઇ હતી.

New Update
નવસારી : RVD ગ્રુપના સભ્ય પર લોખંડના પાઈપ વડે હુમલો, 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

નવસારીમાં વર્ચસ્વ વધરવાના ભાગેરૂપે શરૂ થયેલા ગેંગવોરે ફરીવાર માથું ઉચક્યું છે અને RVD ગ્રુપના જય નાઈક પર ગત રાત્રે હુમલો થતા પોલીસ દોડતી થઇ હતી.અગાઉની અદાવતમાં હુમલો થયો હોવાની આશંકા સાથે કુલ 6 સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નવસારી શહેરમાં છેલ્લા લાંબા સમયથી સાઈ ગ્રુપ અને RVD ગ્રુપ વચ્ચે કોઈને કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે તેમાં એક બીજા પર હુમલા પણ થયા છે ત્યારે ફરી વાર ગઈકાલે રાત્રે કાલિયાવાડી પાસે જય નાઈક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં વાઘો ભરવાડ, ગણેશ ગુટે અને જ્યોતીન્દ્ર રાજભર સહિત કુલ 6 સામે હુમલા કર્યાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં કરવામાં આવી છે. જેના પગલે પોલીસે હુમલો કરનારની શોધખોળ શરૂ કરી છે.2014નો એક કેસ જે હાલ કોર્ટના બોર્ડ પર આવ્યો છે તે કેસના સમાધાન માટે હુમલાખોરો દ્વારા જય નાઈક ઉપર સતત દબાણ કરવામાં આવતું હતું જેને પગલે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જય નાઈક પર હુમલો થયા બાદ વિજલપુર શિવાજી ચોક પાસે ગણેશ ગુતેનાં ઘરની નીચે પાર્ક થયેલી તેની સ્વિફ્ટ કાર પર પણ તોડફોડ કરવામાં આવી હતી જેમાં ગણેશ ગુટેના પરિવારિક સભ્ય પ્રેમ ગુટે દ્વારા વિજલપુર પોલીસમાં પણ કુલ 10 સામે કારની તોડફોડ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Latest Stories