નવસારી : શક્તિ મલ્ટી. કો.ઓ. સોસાયટીના રોકાણકારોને નાણાં પરત નહીં મળતા ધારાસભ્ય અનંત પટેલના શરણે...

શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે.

નવસારી : શક્તિ મલ્ટી. કો.ઓ. સોસાયટીના રોકાણકારોને નાણાં પરત નહીં મળતા ધારાસભ્ય અનંત પટેલના શરણે...
New Update

નવસારી જિલ્લામાં શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે. જેને લઇને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને સૌ રોકાણકારોઓએ સોસાયટીના સંચાલકો સામે કેસ દાખલ થાય તેમજ નક્કર ઉકેલ માટે રજૂઆત કરી હતી.

નવસારી જિલ્લામાં રોજનું રળીને રોજ પૈસા કમાતા નાના વેપારીઓ તેમજ મધ્યમવર્ગના પરિવારો પાસે કરોડોનું રોકાણ કરાવડાવી પાકતી મુદતે પૈસા ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો રોકાણકારોએ કર્યા હતા. મહારાષ્ટ્રના પુના જિલ્લામાં હેડ ઓફિસ ધરાવતી શક્તિ મલ્ટી પર્પસ કોપરેટીવ સોસાયટી નામની સંસ્થાએ નવસારી સહિત સમગ્ર ગુજરાતના નાના વેપારીઓ પાસે પૈસાનું રોકાણ કરાવી પાકતી મુદતે પૈસા ન આપી છેલ્લા 4 વર્ષથી જવાબ આપતી નથી. આ મામલે રોકાણકારોએ કલેકટર સહિત પોલીસમાં અરજી કર્યા બાદ તેમના અરજીનો નક્કર ઉકેલ ન આવતા આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મળીને આ દિશામાં યોગ્ય કામગીરી થાય અને પૈસા છુટા થાય તેવી રજૂઆત કરી હતી.

જોકે, દક્ષિણ ગુજરાતના વેપારીઓ પાસે આશરે 6 કરોડ તેમજ સમગ્ર ગુજરાતમાં 15થી 20 કરોડ રૂપિયાનું રોકાણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. નાના વેપારીઓ પાસે 9.5% ના વ્યાજ દર આપવાનો વાયદો સર્ટિફિકેટમાં જોવા મળે છે. 2015થી શરૂ થયેલી સંસ્થાએ 2019માં પૈસા પરત કરવાની મુદ્દત હતી. પણ આ સમયગાળો વીત્યા છતાં પણ સહકારી સોસાયટીના સંચાલકોએ રોકાણકારોને કોઈપણ જવાબ ન આપતા તેઓ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે આ મામલે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રોકાણકારોને હૈયા ધરપત આપવા સાથે જરૂર પડે તો આંદોલન કરવાની પણ તૈયારી બતાવી હતી.

#money #CGNews #police #Navsari #Shakti Multi. Co.O.society #investors #Shakti Multi. Co.O. #Gujarat #Fraud #Scam
Here are a few more articles:
Read the Next Article