Connect Gujarat
ગુજરાત

નવસારી: જૈન સમાજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી, રેલવે સ્ટેશન પર થતી ભીડ અંગે નિવેદન આપ્યું

જૈન સમાજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી ત્યારે તેઓએ રેલવે સ્ટેશન પર થતી ભીડ અંગે નિવેદન આપ્યું હતુ

X

નવસારી ખાતે જૈન સમાજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી ત્યારે તેઓએ રેલવે સ્ટેશન પર થતી ભીડ અંગે નિવેદન આપ્યું હતુ

નવસારી ખાતે જૈન સમાજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી પહોચ્યા હતા હાલમાં દિવાળીના તહેવારની સાથે જ છઠ્ઠ પૂજા માટે સુરતમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તેમજ સૌરાષ્ટ્ર વાસીઓ મોટી સંખ્યામાં પોતાના વતન તરફ જવા માટે રેલવેનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. જેને પગલે સુરતના રેલવે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ જામી છે. આ વચ્ચે નવસારી ખાતે જૈન સમાજના કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રેલવે સ્ટેશન પર થતી ભીડ અંગે નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી પોલીસ પોતાનું કાર્ય કરતી હોવાનું મહત્વનું નિવેદન આપ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સુરત અને ઉધના સ્ટેશન પરની ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ સખત મહેનત કરી રહી છે.

Next Story