નવસારી :દાંડીના દરિયા કિનારે શંકાસ્પદ ટેન્કર તણાઈને આવતા કુતૂહલ,ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું પોલીસનું અનુમાન

નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે પૂનમની ભરતીના પાણીમાં એક ટેન્કર તણાઈ આવ્યું હતું,જલાલપોર  પોલીસ દ્વારા આ ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું અનુમાન લગાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

New Update
  • દાંડી દરિયા કિનારે ટેન્કર તણાઈ આવ્યું

  • માલવાહક જહાજનું ટેન્કર તણાઈ આવ્યું

  • ટેન્કર તણાઈ આવતા ગ્રામજનોમાં કુતુહલ

  • ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું અનુમાન

  • જલાલપોર પોલીસ દ્વારા શરૂ કરાઇ તપાસ

નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે પૂનમની ભરતીના પાણીમાં એક ટેન્કર તણાઈ આવ્યું હતું,જલાલપોર  પોલીસ દ્વારા આ ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું અનુમાન લગાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે એક ટેન્કર તણાઈ આવ્યું હતું,આ ટેન્કર સ્થાનિક લોકોએ જોતા ભારે કુતૂહલ સર્જાયું હતું.અને તેઓએ આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી.જેના કારણે પોલીસ સહિત ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને પ્રાથમિક તપાસમાં માલવાહક જહાજ માંથી આ ટેન્કર છૂટું પડીને પૂનમની ભરતીમાં તણાઈ આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,આ ઉપરાંત ટેન્કરમાં કોઈ પ્રવાહી ભરેલું હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે,અને આ અંગેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Latest Stories