નવસારી : મકાન બહાર રહેલા બુટ-ચંપલની અજાણ્યા ઈસમે કરી ચોરી, તસ્કરની કરતૂત CCTVમાં કેદ...

નવસારી શહેરની પુષ્પમ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઈસમ મકાન બહાર રહેલા બુટ-ચંપલની ચોરી કરતાં CCTV કેમેરામાં કેદ થયો હતો.

New Update
નવસારી : મકાન બહાર રહેલા બુટ-ચંપલની અજાણ્યા ઈસમે કરી ચોરી, તસ્કરની કરતૂત CCTVમાં કેદ...

નવસારી શહેરની પુષ્પમ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઈસમ મકાન બહાર રહેલા બુટ-ચંપલની ચોરી કરતાં CCTV કેમેરામાં કેદ થયો હતો.

આપણે જોઈએ છે તેમ, મંદિર પરિસરમાંથી લોકોના બુટ-ચંપલની ચોરી થતી હોય છે, જેને એક સામાન્ય વાત માનવામાં આવે છે. પરંતુ પોતાના મકાન બહારથી જ બુટ-ચંપલની ચોરી થવી તે વાત કેમ માનવી..!, ત્યારે આવો જ એક કિસ્સો નવસારી શહેરમાંથી સામે આવ્યો છે. નવસારી શહેરના જયશંકર પાર્ટી પ્લોટ નજીક આવેલ પુષ્પમ વિહાર સોસાયટીમાં ગત રોજ બપોરના સમયે એક અજાણ્યા ઈસમે પ્રવેશ કર્યો હતો. આ ઈસમે સોસાયટીમાં આવેલ કેરવ એપાર્ટમેન્ટમાં મકાન બહાર રહેલા બુટ-ચંપલની ચોરી કરી હતી, જ્યાં 4 માળાના અપાર્ટમેન્ટમાંથી અજાણ્યો ઈસમ મકાનની બહાર રહેલા બુટ-ચંપલ લઈને ફરાર થઈ જાય છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે અજાણ્યો ઈસમ લોકોના બુટ-ચંપલથી પોતાના પાસે રહેલો થેલો ભરી રહ્યો છે. સોસાયટીના રહીશોએ આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અરજી આપી બુટ-ચંપલની ચોરી કરનાર અજાણ્યા તસ્કરને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી માંગ કરી છે.

Read the Next Article

જૂનાગઢ : ગિરનારના અતિ પ્રાચીન અને પૌરાણિક સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરે જળ અને દુધાભીષેકથી શિવજીને રિઝવતા ભક્તો

ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો..

New Update
  • ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તો બન્યા શિવમય

  • પૌરાણિક સ્વયંભૂ ભવનાથમાં ઉમટ્યા ભક્તો

  • શ્રાવણમાં છલકાયો શિવ ભક્તિનો સાગર

  • જળ અને દુધાભીષેકથી શિવને રિઝવાતા ભક્તો

  • ભજન,ભોજન અને ભક્તિનો સર્જાયો ત્રિવેણી સંગમ

જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન તેમજ પૌરાણિક સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા,અને શિવજીને જળ તેમજ દુધાભીષેક કરીને થયો દૂધ નો અભિષેક

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે,ત્યારે ખાસ પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે જ ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ પવિત્ર માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,તેમજ મંદિરના મહંત દ્વારા પૂજા આરતી,દૂધનો અભિષેક તેમજ શિવજીને બીલીપત્ર અર્પણ કરીને દાદાની ભક્તિમાં લીન બન્યા હતા.

ખાસ કરીને ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે ભક્તો  આવતા હોય છે.ત્યારે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર માસ નિમિત્તે દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.