-
સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા યુવતીને ભારે પડી
-
યુવતીના બીભત્સ ફોટો-વિડિયો બનાવી બ્લેક મેઈલ કરાય
-
લાગણી સભર વાતો કરી યુવકે 3.48 રૂપિયા લાખ પડાવ્યા
-
રૂપિયા ઉલેચનાર ઇસમની પોલીસે દ્વારા ધરપકડ કરાય
-
પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી તપાસ હાથ ધરી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની યુવતીના બીભત્સ ફોટો અને વીડિયો બનાવી બ્લેક મેઈલ કરી લાખો રૂપિયા ઉલેચનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના બીલીમોરાના જીત મિસ્ત્રી નામના યુવકે ગણદેવી તાલુકાની યુવતી સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવાય હતી, ત્યારે યુવકે યુવતી સાથે લાગણી સભર વાતો કરી શીપમાં નોકરીએ જવા રૂ. 3.48 લાખ પડાવ્યા હતા. જોકે, રૂપિયા પરત માંગવા જતા યુવકે યુવતીના બીભત્સ ફોટા એને વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી..
ત્યારે યુવતીએ હિંમત કરી પોલીસ ફરિયાદ કરતા બીલીમોરા પોલીસે આરોપી પ્રેમી જીત મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, આરોપી જીત મિસ્ત્રીએ આવી રીતે અન્ય કોઈ યુવતીઓને ફસાવી છે કે, કેમ તેમજ લાખો રૂપિયા પડાવી, ક્યાં ઉડાવતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ આરંભી છે.