/connect-gujarat/media/post_banners/4f6821dcf2b2715752f1e0fdf76c24907081d43a3e8fa46ddf1d2166185ca1db.jpg)
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ અચાનક બેસી જતા વાહન વ્યવહારને અસર પહોચી હતી.
નવસારીના વાંસદાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ બેસી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. આ સાથે જ હાઇવે પરથી પસાર થતાં 2 લોકોને પણ ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાડીચોંઢા ગામ નજીક માર્ગ બેસી જતાં આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વરસાદ બાદ હાઇવે ઉપર મોટા પ્રમાણમાં ધોવાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરાય હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકશાન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, ભૂતકાળમાં બનેલા બનાવોને નજર અંદાજ કરી ફરી એકવાર હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે હવે માર્ગ પર ભ્રષ્ટાચારરૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.
/connect-gujarat/media/media_files/2025/07/07/tajiya-commitee-2025-07-07-19-26-15.jpg)