Connect Gujarat
ગુજરાત

નવસારી: આદિજાતિ પ્રધાન અને પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયો આદિજાતિ મહોત્સવ,વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા

વાંસદા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને બે રાજ્ય કક્ષાના પ્રધાનોની ઉપસ્થિતિમાં 28મો આદિજાતિ મહોત્સવ યોજાયો હતો

X

નવસારીના વાંસદા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને બે રાજ્ય કક્ષાના પ્રધાનોની ઉપસ્થિતિમાં 28મો આદિજાતિ મહોત્સવ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગી ધારાસભ્ય અનંત પટેલને આડે હાથ લીધા હતા.

વિધાનસભા ચુંટણી નજીક આવતા જ ભાજપ પણ આદિવાસીઓ ઉપર ધ્યાન આપી રહ્યુ છે, ત્યારે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સહિત ભુપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના 28મા આદિજાતિ મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિ સાથે જ નૃત્યો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. બે દિવસીય આદિજાતિ મહોત્સવમાં રાજ્યના 14 જિલ્લાઓના 750 કલાકારો 36 કૃતિઓ રજૂ કરશે. કાર્યક્રમમાં આદિજાતિ પ્રધાને આદિવાસીઓ માટેની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી. આદિવાસીઓનો વિશ્વાસ સંપાદન કરવાની વાત કરી હતી.

આદિજાતિ સમારોહમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને આડે હાથ લીધા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પ્રોજેકટ રદ્દ થવાની જાહેરાત કરતા હોય, ત્યારે એમની જાહેરાતને લઈ ધારાસભ્યની વાત જ અસમાન્ય હોવાનું જણાવ્યુ હતું. સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા, જેને પ્રધાનમંત્રીએ દેશહિતમાં ઘટાળ્યા હોવાની વાત કરી હતી. આગામી 10 જૂનના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યુ હતુ.

Next Story