નવસારી: પાણીખડકમાં ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી, ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ 1.50 રૂપિયો સસ્તું અપાયું

પાણીખડક ગામે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, કેક કાપી પેટ્રોલ પંપ માલિકની ગ્રાહકો સાથે ઉજવણી

નવસારી: પાણીખડકમાં ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી, ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ 1.50 રૂપિયો સસ્તું અપાયું
New Update

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં પેટ્રોલ પંપના માલિકે પેટ્રોલ પંપ ખાતે આવતા તમામ ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ દોઢ રૂપિયો સસ્તું આપી ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

આદિવાસી વિસ્તાર એવા નવસારીના ખેરગામ તાલુકાના પાણીખડક ગામે પેટ્રોલ પંપના માલિકે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરી હતી. એટલું જ નહીં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા નીરજ ઓટોમોબાઇલ્સના સંચાલક ગુણવંત પટેલે આજના દિવસ માટે ખાસ ગ્રાહકોને 1.50 રૂપિયો પેટ્રોલ-ડીઝલ સસ્તું આપવાનો નિર્ણય લીધો હતો. જોકે, સમગ્ર દિવસ દરમ્યાન આદિવાસી વિસ્તારના હજારો લોકોએ આ સેવાનો ભરપુર લાભ લીધો હતો. સાથે જ અહીં વખતો વખત આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, ત્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે લોકોને પેટ્રોલ-ડીઝલ શક્તિ પ્રમાણે સસ્તું અપાતાં મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો.

#Gujarat #Connect Gujarat #Navsari #Gujarat Foundation Day #petrol diesel #celebrations #Unique celebration #Sthapna Diwas #Panikhadak
Here are a few more articles:
Read the Next Article