Connect Gujarat
ગુજરાત

નવસારી: વાંસદા પોલીસે તસ્કર ટોળકીના 4 સાગરીતોને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા

વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા

X

વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતાજો કે પોલીસે ફિલ્મી ઢબે તસ્કર ટોળકીના 4 સાગરીતોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે આવેલી ઓમનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રણ ચાર ઘરોમાં ચોરી કરવા ઘૂસ્યા હતા.ચોર દ્વારા ઘરના દરવાજા તોડવાનો આવાજ આવતા પડોશી જાગી જતાં પોલીસને જાણ કરી જેની તસ્કરોને ખબર પડતા કાર લઈ ભાગવા જતાં વાંસદા પોલીસ સ્ટાફે પીછો કરતા વઘઈ નજીક તાડપાડા ગામ પાસેથી તસ્કર ટોળકીના 7 પૈકી 4 આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. ત્રણ ઘરોમાંથી રૂપિયા 1.30 લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ વાંસદા પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story
Share it