નવસારી: વાંસદાની કોટેજ હોસ્પિટલ જ બીમાર ! 3 માળ અને 3 વોર્ડ વચ્ચે માત્ર 2 જ નર્સ !

કોટેજ હોસ્પિટલ જે વાંસદા ડાંગ અને મહારાષ્ટ્રની બોડર પર રહેતા ૯૫ ટકાથી વધારે ગરીબ આદિવાસી લોકોને સારવાર મેળવવા માટે જીવાદોરી સમાન ગણાય છે

New Update
નવસારી: વાંસદાની કોટેજ હોસ્પિટલ જ બીમાર ! 3 માળ અને 3 વોર્ડ વચ્ચે માત્ર 2 જ નર્સ !

ગરીબ અને આદિવાસી લોકોને સારી આરોગ્યપ્રદ સુવિધાઓ મળી રહે એ માટે રૂ. ૨૧ કરોડના ખર્ચે વાંસદા ખાતે અદ્યતન કોટેજ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી પરતું ઓછા સ્ટાફના કારણે આ હોસ્પિટલ જ બીમાર હોવાનું લાગી રહ્યું છે.

આ છે વાંસદા તાલુકાની કોટેજ હોસ્પિટલ જે વાંસદા ડાંગ અને મહારાષ્ટ્રની બોડર પર રહેતા ૯૫ ટકાથી વધારે ગરીબ આદિવાસી લોકોને સારવાર મેળવવા માટે જીવાદોરી સમાન ગણાય છે પરતું અપૂરતા સ્ટાફને કારણે અહીંના દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. હાલ કોટેજ હોસ્પિટલમાં વોર્ડમાં માત્ર બે નર્સ ત્રણ માળ વચ્ચે કેવી રીતે સારવાર આપી શકતા હશે એ સમજી શકાય છે. હોસ્પિટલમાં કુલ ૧૦ જેટલા મહત્વના વિભાગો આવેલા છે જેમાં હાલ માત્ર ૨૧ લોકોનો સ્ટાફ કાર્યરત છે. જેમાં ૧ સુપ્રિટેન્ડન્ટ અને ત્રણ ડૉ સહિત આયા સ્ટાફનો સમાવેશ થાય છે. કોટેજ હોસ્પિટલમાં દિવસની ૧૫૦થી વધુ ઑ.પી.ડી. હોય છે જેમાં વાસદા તાલુકા અને મહારાષ્ટ્રના સરાડીયા ગામ થી દર્દીઓ સારવાર લેવા આવે છે પરંતુ અપૂરતા સ્ટાફના કારણે અહીં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ માળ અને ત્રણ વોર્ડમાં રાત્રે 6 કલાક પછી 70થી 80 દર્દી સારવર માટે એડમિટ હોય તેની સામે માત્ર બે નર્સ કઈ રીતે પહોંચી વળે. રાત્રિના સમયે એક મેડિકલ ઓફિસર તે પણ ઇમરજન્સી આવે ત્યારે પટાવાળા બોલાવવા જાય ત્યારે ઘરેથી હોસ્પિટલમાં આવે છે. એવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે અહીં ના અહીંના સુપ્રિટેન્ડન્ટ દર્દીઓની બને એટલી સેવા ચાકરી કરે છે પરંતુ એક સમયે એમની પણ મર્યાદા ઘટી જાય છે કેમકે હોસ્પિટલ સ્ટાફ અને છેલ્લા બે વર્ષમાં એક પણ રજા આપવામાં આવી નથી અપૂરતા સ્ટાફને કારણે રજા ન મળતા કર્મચારીઓ પણ કામ છોડીને અન્ય જગ્યાઓ પર ચાલ્યા ગયા છે એવા સમયે હવે સરકાર પાસે નવા સ્ટાફની નિમણૂક કરવામાં જલ્દી આવે એવી માંગ હોસ્પિટલના ડોક્ટરો કરી રહ્યા છે

Latest Stories