અમદાવાદ: નવનિયુક્ત આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ઋષિકેશે આગામી આયોજન વિશે મેળવી માહિતી.

New Update
અમદાવાદ: નવનિયુક્ત આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

રાજ્યના નવનિયુક્ત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પડભાર સંભાળ્યા બાદ પ્રથમ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબો સાથે આરોગ્ય સંદર્ભમાં ચર્ચા કરી હતી.

રાજ્યના નવનિયુક્ત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પદભાર સંભાળતા બીજા જ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. અમદાવાદ સિવિલ મેડી સિટીમાં આવેલી 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલની મુલાકાત લઇ તબીબો અને હોસ્પિટલ તંત્ર સાથે આરોગ્ય વિષયક ચર્ચા કરી હતી.

અહીં તેમણે સિવિલ મેડિસિટીના સમગ્ર વ્યવસ્થાપન, ઉપલબ્ધ સુવિધા, હોસ્પિટલની જરૂરિયાતો અને આગામી આયોજન વિશેની વિગતવાર માહિતી મેળવી હતી. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં 23મી સપ્ટેમ્બરથી "આપ કે દ્વાર આયુષ્માન" મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડ્રાઇવમાં રાજ્યના 80 લાખ કુટુંબોને આવરી લઇ PMJAY-મા કાર્ડ કઢાવી લાભાન્વિત કરવામાં આવશે. તેઓએ કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ દર્દીને સત્વરે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે તબીબી ઉપકરણો, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર જેવી તમામ આરોગ્ય વિષયક સેવાઓની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હોવાનું ઉમેર્યુ હતુ.

Latest Stories